તારીખ ૧૩/૦૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય પ્રમુખ ઉપપ્રમુખ ના ફોર્મ ભરવાની તારીખના રોજ તાલુકા પંચાયતના સભાગૃહમાં ભાજપના કાલોલ તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોની હાજરીમાં ભાજપ પ્રદેશમાંથી આવેલ નીતિનભાઈ શાહ દ્વારા પ્રદેશ ભાજપ તરફથી પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોના મેન્ડેટ નું વાંચન કર્યું હતું. ભાજપ દ્વારા પ્રમુખ તરીકે સવિતાબેન બચુભાઈ રાઠવા ઉપપ્રમુખ તરીકે ગુણવંતસિંહ શાભાઈભાઈ ચૌહાણ તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે ઉપેન્દ્રસિંહ મહોબતસિંહ ચાવડા અને પક્ષના નેતા તરીકે ઇન્દ્રજીતસિંહ અરવિંદસિંહ રાઠોડના નામની જાહેરાત કરી હતી તમામ સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ તથા અન્ય બંને હોદ્દેદારોને ભારત માતાકી જય ના નારા લગાવી અભિનંદન આપેલ તેમજ કાલોલ તાલુકા ભાજપના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર ની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા હતા.