DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદના વાંકિયા ગામની મેરી પંચાયત એપમાં આંકડાનો ફેરફાર કરી ખોટું થયા હોવાના આરોપ સાથે આવેદન આપી TDO ને રજુઆત કરાઈ 

તા.૨૦.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના વાંકિયા ગામની મેરી પંચાયત એપમાં આંકડાનો ફેરફાર કરી ખોટું થયા હોવાના આરોપ સાથે આવેદન આપી TDO ને રજુઆત કરાઈ

ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં બધું જ ઓનલાઇન થઈ રહ્યું છે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આખેઆખા ગામની જ્ઞાતિ જ ઓનલાઇન બદલી નાખવામાં આવે? જી હા, આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાંકીયા ગ્રામ પંચાયત માં. જ્યાં સરકારી પોર્ટલ પર આંકડાની એવી રમત રમાઈ છે કે જોનારા પણ માથું ખંજવાળતા થઈ જાય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ​વાંકીયા ગામની સરકારની ‘મેરી પંચાયત એપ’ અને ‘ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલને લઈને ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પોર્ટલ પર જાણીજોઈને ખોટા આંકડા પધરાવી દેવામાં આવ્યા છે. વાંકીયા ગામ જે ખરેખર ST (અનુસૂચિત જનજાતિ) કેટેગરીમાં આવે છે, ત્યાં ઓનલાઇન ડેટા મુજબ ST ની સંખ્યા માત્ર 5 બતાવવામાં આવી છે જ્યારે ગામમાં જે કેટેગરીની સંખ્યા નહિવત છે તેવી SC (અનુસૂચિત જાતિ) ની સંખ્યા 2580 દર્શાવી દેવાઈ છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કુલ 2585 મતદારો ધરાવતા આ ગામમાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે? શું આ માત્ર ટાઈપિંગ મિસ્ટેક છે? કે પછી અધિકારીઓની મિલીભગતથી કરવામાં આવેલું કોઈ મોટું ષડયંત્ર? ગ્રામજનોનું માનવું છે કે સાચી કેટેગરીના લોકોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવા અને રાજકીય અન્યાય કરવા માટે આ ખેલ ખેલાયો છે.હાલ તો વાંકીયા ગામના આ આરોપને લઈ જાગૃત નાગરિકોએ આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. તેમની માંગ છે કે ​તાત્કાલિક ધોરણે ઓનલાઇન આંકડા સુધારી સાચી વિગત અપડેટ કરવામાં આવે.​આ ગંભીર બેદરકારી દાખવનાર કે ઈરાદાપૂર્વક ફેરફાર કરનાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!