વાત્સલ્યમ્ સમાચાર
25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વેલવાડા પ્રાથમિક શાળા તા.દાંતામાં નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવેલ.સૌ બાળકો ખૂબ જ સારી રીતે તૈયાર થઈ વેશભૂષા સાથે આવ્યા હતા.સૌ પ્રથમ જગતજનની માં અંબેની આરતી પૂજન સૌ શિક્ષકમિત્રો અને બાળકોએ સાથે મળી કર્યું અને ત્યારબાદ સૌ સાથે મળી ડીજે ના તાલે હર્ષોલ્લાસ સાથે મા અંબેના ગરબા મન મુકીને રમ્યા.શાળાના શિક્ષકશ્રી કનુભાઈ બી.પ્રજાપતિ તરફથી શાળાની તમામ બાળાઓને હૅર પીન ભેટ આપવામાં આવી.કેટી પરિવાર અને પ્રકૃતિમિત્ર ગ્રુપ અને રિહેન એચ.મહેતા હાઈસ્કૂલ આચાર્યશ્રી ડૉ.રાકેશભાઈ પ્રજાપતિના સહયોગથી બાલવાટિકાના બાળકોને જર્સી આપવામાં આવી.શાળા પરિવારે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.