MEHSANAVIJAPUR

વિજાપુર ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ ઘાયલ થયેલ પક્ષીઓ ના ઈલાજ કેન્દ્ર માં સારવાર આપી

વિજાપુર ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ ઘાયલ થયેલ પક્ષીઓ ના ઈલાજ કેન્દ્ર માં સારવાર આપી

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ ઘાયલ પક્ષી ના સારવાર માટે કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતુ જેમાં ચાઈના દોરી વીંટરાયેલા પક્ષીઓ માંથી 32 જેટલા વધુ ઘાયલ થયેલ પક્ષીઓ ને સારવાર આપવામાં આવી હતી અન્ય ઇજા પામેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર બાદ ઉડાવી મૂક્યા હતા રહી ગયેલા અને વધુ સારવાર માંગતા 32 પક્ષીઓ માં કેટલાક ને ચાઈના દોરી ના કારણે ગળાના ભાગે વધુ ઇજા હોવાથી અમદાવાદ આંબાવાડી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અબોલ પક્ષીઓ ની સારવાર માટે જીવદયા પ્રેમીઓ ખડેપગે રહ્યા હતા મોબાઈલ ઉપર આવતા મેસેજ સાથે ગૌસેવા સંગઠન ના સભ્યો કાર્યકરો પોહચી જઈ સત્વરે ઇજાગ્રસ્ત પક્ષીઓ ને સારવાર આપી અબોલ ઘાયલ પક્ષીઓની સેવા કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું સેવામાં તમામ જીવદયા પ્રેમીઓ તહેવાર ના ઉજવણી ની પરવા કર્યા સિવાય કામગીરી માં જોડાયા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!