વિજાપુર કોલવડા ગામે શ્રીચામુંડા માતાના મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
પાંચ બંધ મકાનના તાળા તૂટ્યા જાણવા જોગ નોંધાઇ ફરીયાદ ચોરો સીસી કેમેરામાં કેદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કોલવડા ગામે મોડી રાતે શ્રી ચામુંડા માતાના મંદિરમાં તેમજ ગામના પાંચ જેટલા બંધ મકાનમાં ચોરી કરવાનો ચોરો એ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ચોરી કરવા આવેલા ચોરો સીસી કેમેરા માં કેદ થતા મંદિરના સંચાલકો પીટી પટેલ દ્વારા પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે પોલીસે સીસી કેમેરા ફૂટેજ મેળવી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગેની મળતી માહિતી મૂજબ કોલવડા ગામના શ્રી ચામુંડા માતાના મંદિર માં તેમજ ગામના પાંચ જેટલા બંધ મકાનો ને નિશાન બનાવી ને તાળા તોડ્યા હતા પરંતુ ચોરી કરવા આવેલા ચોરોને કોઈ માલ વખરી નહી મળતા ગામના મંદિરને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જે ગામના સીસી કેમેરામાં કેદ થઈ જતા મંદિરના સંચાલકો દ્વારા પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે પોલીસે સીસી ફૂટેજ ના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે હાલમાં ચોરીના બનાવો વધુ બનતા પોલીસ દ્વારા રાત્રીના દરમ્યાન પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકો માં ચર્ચાઓ પણ જાગી છે
વાત્સલ્યમ્ સમાચાર