MEHSANAVIJAPUR

વિજાપુર ગોવિંદપુરા પાટીયા પાસેથી મોબાઈલ ચોરી ના ગુના માં યુવકને એલસીબી પોલીસે ઝડપી લીધો

વાત્સલ્યમ સમાચાર. સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા પાટીયા પાસેથી ચોરીના મોબાઇલ સાથે એલસીબી પોલીસે બાતમી ના આધારે ઝડપી લઈને વધુ તપાસ અર્થે સ્થાનીક પોલીસ ને શોપી કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા મિલકત સંબંધી ગુનાઓ તેમજ રોજબરોજના બનતી મોબાઇલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે કરેલા આદેશ પ્રમાણે એલસીબી પીઆઇ એસ એસ નીનામા ની સૂચનાઓ મુજબ પીએસઆઇ જે એમ ગેહલાવત દ્વારા ટીમ વર્ક બનાવી પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પોલીસ ને ખાનગી માં બાતમી મળી હતી કે બિલ વગરના વિવો મોબાઈલ એન્ડ્રોઇડ રૂપિયા કિંમત આઠ હજારનો મોબાઇલ સાથે મૂળ રહે પોયડા બળિયાદેવ મંદિર તા તલોદ જીલ્લા સાબરકાંઠા અને હાલમાં ગ્રામભારતી રોયલ પાર્ક સોસાયટી મકાન નમ્બર બી 15 તા માણસા ખાતે રહેતો ઝાલા કિશન સિંહ યશવંત સિંહ નામનો યુવક મોબાઈલ વેચવા ની તૈયારી માં ઉભો છે જે મળેલ બાતમી ના આધારે યુવક કિશન સિંહ સાથે મોબાઈલ વેચાણ અંગે અને મળેલ વિવો મોબાઇલ એન્ડ્રોઇડ ફોન ની ખરીદી નું બીલ તેમજ મોબાઈલ કોની પાસેથી લીધો છે તે અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા યુવકની પોલીસે અટકાયત કરી સ્થાનીક પોલીસ મથકે વધુ તપાસ અર્થે શોપવા માં આવ્યો છે પોલીસે મોબાઈલ ચોરીના બનાવ ને પગલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!