વિજાપુર શહેરમાં જયશ્રીરામ કાકાના હુલામણા નામથી જાણીતા બનેલા ગૌતમ ભટ્ટ ની અનોખી સેવા
રોજના બસો લીટર લીમડા સહિતના રસ નું વિતરણ કરે છે
તમાકુ ગુટકા થી થઈ રહેલા કેન્સર સામે અભિયાન છેડતા પાન મસાલા નો પાર્લર બંધ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં લીમડા ના મહોર નો તેમજ રોગ પ્રતિકારક શરબત નું વિતરણ કરી ગુટકા મસાલા ઉપર વળેલા યુવાધનને બચાવવા અને કેન્સર જેવા રોગ સામે રોગપ્રતિકાર શક્તિ વધે તે માટે જયશ્રીરામ કાકા ના નામથી પ્રસિદ્ધ થયેલા ગૌતમ ભાઈ ભટ્ટ ની આ અનોખી સેવા કોઈ પણ જાતિ ધર્મ ને બાજુ પર રાખી અનોખી સેવાઓ આપી રહયા છે જેને લઈને ગૌતમભાઈ ભટ્ટ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુંકે આ સેવા તેઓ અવિરત પણે છેલ્લા 17 વર્ષથી પૂરી પાડી રહ્યા છે આ અગાઉ તેઓ અમદાવાદ ખાતે કાલુપુર રીલીફ રોડ ઉપર પાન નો ગલ્લો ચલાવતા હતા તેવા સમય પાન મસાલા બંધ થતાં લોકો અને એમાં પણ યુવાવર્ગ ગુટકા ઉપર વળતા અને ગુટકામાં આવતી તમાકુ માં કેમિકલ્સના કારણે લોકો કેન્સર જેવી બીમારી ઓથી પીડાય તે જાણીને ગૌતમભાઈ ભટ્ટે પોતાના પાન નો ગલ્લો બંધ કરીને લોકોને રોગપ્રતિકાર સરબત જયશ્રી રામ બોલાવીને પીવડાવે છે અને રોગ મુકત તાલુકા બનાવવા માટે અનોખી સેવા પ્રવૃત્તિ શરૂ કરી છે હાલમાં તેઓ 17 વર્ષથી આ સેવાઓ આપી રહ્યા છે જેમાં રોજના બસો લીટર લીમડાનો જ્યુસ પીવડાવી લોકો બિન સ્વાર્થ નિઃશુલ્ક ભાવે અવિરતપણે લોકસેવા આપતા લોક ભલાઈ માં કાર્યરત આ વડીલ વૃદ્ધ ને એક સલામ તો જરૂર બને છે
વિજાપુર શહેરમાં જયશ્રીરામ કાકાના હુલામણા નામથી જાણીતા બનેલા ગૌતમ ભટ્ટ ની અનોખી સેવા
વાત્સલ્યમ્ સમાચાર