વિજાપુર નગરપાલિકા માં વહીવટદાર ને મૂકવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા ના સદસ્યો ની પાંચ વર્ષની મુદ્દત પૂરી થતાં સરકાર દ્વારા વહીવટ માટે વહીવટદાર તરીકે સ્થાનીક મામલતદાર ની નિમણૂક કરવામાં આવી છે પાલિકા વહીવટદાર ને મૂકવામાં આવ્યા છે જેમાં જ્યાં સુધી પછાત વર્ગ ની બેઠક નક્કી કરવા માટે ની પ્રક્રિયા પૂર્ણ કરી ને સરકાર ને અહેવાલ કરી ભલામણ સોંપવામાં ના આવે ત્યાં સુધી પાલિકા માં કોઈ ચૂંટણી ની પ્રક્રિયા જણાતી નથી વહીવટદાર તરીકે હાલમાં સ્થાનીક મામલતદાર પાસે ચાર્જ રહેશે જોકે પાલિકા માં હાલમાં વેરા ભરવા માટે સરકાર દ્વારા વેરા ની વ્યાજ માફી ની યોજના અટવાઈ છે જો વહીવટદાર નગરજનો માટે આ યોજના નો લાભ મળે તે માટે અને વેરાની આવક શરૂ થાય તે ને લઈને કોઈ આયોજન કરે તે માટે નગરજનો વહીવટદાર ના નિર્ણય કંઈ લાવે તેવી લોકોમાં આશાઓ જન્મી છે જોકે ભાજપના શાસન ની મુદ્દત પૂર્ણ થતા પહેલા સભા શાસક પક્ષ દ્વારા નગરજનો નો કોઈ હિત નહિ જોતા વેરા વ્યાજ માફી ની સરકારની યોજના ના લાભ ને લઈને પાલિકા શાસક પક્ષે નગરજનો ને વિમાસણમાં મૂકી દીધી છે જેને લઈને મૂકવામાં આવેલા વહીવટદાર પ્રજા ના હિત માં શું નિર્ણય લાવે છે તે માટે ની નગરજનો મીટ માંડી ને બેઠા છે
વાત્સલ્યમ્ સમાચાર