વિજાપુર પિલવાઈ ગામે બે વાહનો સાથે 104 જેટલી વિદેશી દારૂ ઝડપાયું
બે વાહનો બોટલો સાથે કુલ રૂપિયા 1,38,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો કરી કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની સ્થાનીક પોલીસે બાતમી ના આધારે રેડ કરી પિલવાઈ ગામ પાસેથી બે વાહનો સાથે 104 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડીને ત્રણ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી કરી જ્યારે ફરાર આરોપી રાજસ્થાન વાળા ને ઝડપી પડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી હકીકત મુજબ પીઆઇ વી આર ચાવડા તેમજ સ્ટાફ જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ દારૂ જુગાર ના વધી રહેલા ગુનાઓ અટકાવવા માટે આદેશ કરવામાં આવતા પોલીસ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું હતું જે સમયે પોલીસ ને ખાનગી માં બાતમી મળી હતીકે સિલ્વર કલરની માર્શલ ગાડીમાં જેનો નમ્બર જીજે 16 કે 3462 છે તે ગાડીમાં પિલવાઈ ગામના બુટલેગર ને પુરુ પાડવા નીકળી છે પોલીસે તે અંગેની હકીકત મેળવવા માટે તપાસ કરતા પિલવાઈ રોડ ઉપર આવી રહેલી માર્શલ ગાડીને રોકીને પૂછપરછ કરતા ચાલકે ગાડીમાં લાવેલો વિદેશી દારૂનો માલ છોટાપુરા પાસે સિલ્વર કલર ની કાર જેનો નમ્બર જીજે 03 એબી 7287 ને આપી ખાલી કરેલ છે તેવી કબૂલાત કરતા પોલીસે છોટાપુરા પાસે ઝેન કાર નો પીછો કરી ઝડપી લેતા કાર માંથી 104 જેટલી વિદેશી દારૂ રૂપિયા 28,860 તેમજ માર્શલ , ઝેન કાર સહિત રૂપિયા 1,38,860/- નો કુલ મુદ્દામાલ જપ્ત કરી પિલવાઈ ગામનો દશરથ સિંહ શંકરજી ઠાકોર તેમજ કુલદીપ સિંહ ગોવિંદ સિંહ દેવડા તેમજ ગોગળ કરમી ભાઈ ગજા ભાઈ વિરમપુર અમીરગઢ વાળાને ઝડપી લઈને કાયદેસર ની કાર્યવાહી કરી ફરાર આરોપી રૂપસિંહ કાછલી આબુ રોડ વાળા ને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ જુગાર મોટા પ્રમાણે રમાતુ હોવાનું સ્થાનીક લોકો માં ચર્ચાય છે
વાત્સલ્યમ્ સમાચાર