MEHSANAVIJAPUR

વિજાપુર કોંગ્રેસ પાર્ટી વિધાનસભા માટે યુવાનેતા કે પ્રથમ વખત મહિલા અગ્રણી ને મોકો આપી શકે છે

વિજાપુર કોંગ્રેસ પાર્ટી વિધાનસભા માટે યુવાનેતા કે પ્રથમ વખત મહિલા અગ્રણી ને મોકો આપી શકે છે

સીજે ચાવડા ના જવાથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવા માટે લાઈનો શર

વાત્સલ્યમ સમાચાર

સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર વિધાનસભા ની બેઠક ઉપર ના ધારાસભ્ય સીજે ચાવડા એ કેસરિયો ધારણ કરવા ના છે ત્યારે ધારાસભ્ય ના બે દાવેદારો વિજય પટેલ અને હર્ષદ પટેલ સહિત સાથે કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ જોડાય તેવી શક્યતાઓ ને લઈને હવે કોંગ્રેસ ના ચૂસ્ત પાયા ના કાર્યકરો રહ્યા છે ત્યારે આવી રહેલી વિધાનસભા ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ પ્રથમ વખત એક મજબૂત દાવેદાર મહિલા ઉમેદવાર ને મોકો આપે તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે મહિલા ઉમેદવાર ની સાથો સાથ યુવા નેતાઓ એ પણ કોંગ્રેસ ની ટીકીટ માંગી લાઇન માં ઉભા થયા છે કોંગ્રેસ દ્વારા જયારે પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે તે તમામ પુરુષ ઉમેદવારો ઉભા રાખ્યા છે આ વખતે કોંગ્રેસ ના મહિલા અગ્રણી અને કોંગ્રેસના પાયા ના કાર્યકર ને પ્રથમ પસંદગી કરે તો કોઈ નવાઈ જેવુ નથી જ્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષને છોડીને વફાદારી નહિ નિભાવનાર સીજે ચાવડા ને ભાજપ પક્ષે હથેળી માં ચાંદ બતાવ્યો છે પરંતુ ભાજપ પક્ષ ની નીતિ છે અગાઉ પીઆઇ પટેલ ને પણ ભાજપ માં લાવ્યા પણ તેઓની હાલત નરોવા કુંજુરવા જેવી થઈ છે તેઓ પક્ષના સિધ્ધાંત શિસ્ત ના કારણે ચૂપ બેઠા છે ભાજપ પોતાના પાયા ના કાર્યકર સિવાય કોઇને પણ ટીકીટ આપી નથી આ વખતે ભાજપ પોતાનો સિધ્ધાંત તોડી ને પક્ષમાં નવા આવેલા સીજે ચાવડા ને ફરી ચૂંટણી લડાવશે કે અન્ય ઉમેદવાર ને મોકો આપશે તેવી ચર્ચા સ્થાનીક રાજકારણમાં ગરમી પકડી છે જોકે કોંગ્રેસ પક્ષમાં સીજે ના જવાથી ઉમેદવારો ની લાઈનો શરૂ થઈ ગઈ છે

[wptube id="1252022"]
Back to top button