
વિજાપુર પામોલ ગામે વન વિભાગ દ્વારા વન કવચ નો કાર્યક્રમ યોજાયો
વડલા દાદા ના હુલામણા નામથી જાણીતા વેલા દાદા નુ ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પામોલ ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા વન કવચનો કાર્યક્રમ યોજાયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ચાલુ કરાયેલું મિશન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વિઝન મુજબ “એક પેડ માં કે નામ” ૨.૦ અંતગર્ત ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં પામેલ ગામના આગેવાન વડલા ના હુલામણા નામથી જાણીતા એવા “વેલા દાદા”નું વિશેષ સન્માન ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.. વડલા દાદા એવા વેલા દાદા એ પોતાના જીવનકાળ દરમિયાન એમણે અઢળક વડના વૃક્ષનું વાવેતર કર્યું છે. તેઓ કયાંક યાત્રા પર જાય તો પણ સાથે વડ લેતા જતાં અને ત્યાં જઈને વાવેતર કરતાં હતાં. વડ ના વાવેતર ની તેમની કામગીરી થી પર્યાવરણ પ્રેમી પશુ પક્ષી પ્રેમી ઓ પ્રભાવિત બન્યા હતા. આ કાર્યક્રમનુ આયોજન જીલ્લા ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ દ્વારા કરવા મા આવ્યું હતુ . આ પ્રસંગે સાથે જિલ્લા ફોરેસ્ટ અધિકારી બિન્દુબેન, ફોરેસ્ટ અધિકારી લીલાબેન, વિસનગર ફોરેસ્ટ અધિકારી રંજનબેન, ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર, મહેસાણા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, કનુભાઈ પટેલ (લાડોલ), મહેન્દ્રસિંહ પઢેરીયા, ગામના સરપંચ સહિત સમગ્ર પામોલ ગામના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




