વિજાપુર ના સંઘપુર ગામે ફાર્મ હાઉસ ઉપર ચાલતો જુગાર નો અખાડો પોલીસે ઝડપી પાડ્યો
ફર્લો પોલીસે બાતમી ના આધારે રેડ કરી 14 લોકોને ઝડપી લઈને કાર્યવાહી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સંઘપુર ગામે પપ્પુ ભાઈ નામના એક ઇસમના ફાર્મ હાઉસ ઉપરથી સ્થાનીક પોલીસ ને અજાણ રાખી જીલ્લા ની ફર્લો પોલીસે બાતમી ના આધારે રેડ પાડતા જુગાર નો ચાલતો મોટો અખાડો ઝડપી પાડીને રૂપિયા 5,34,100/- કુલ મુદ્દામાલ જપ્ત કરી 14 જુગારીયા ઓને સ્થળ ઉપરથી ઝડપી લઈને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ ફર્લો ને જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી ની સૂચના મુજબ વિજાપુર તરફ જતા રોડ ઉપર પેટ્રોલીંગ કરતા ખાનગી રાહે બાતમી મળી હતીકે તાલુકાના સંઘપુર ગામે આવેલા નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ભાઇ ના ફાર્મ હાઉસ ઉપર પોતાના આર્થિક ફાયદા માટે નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ભાઈ તેમજ પટેલ દિનેશભાઇ ઉર્ફે મદન પશા ફાર્મ હાઉસ ની ઓરડી માં મોટો જુગાર ચલાવી રહ્યા છે ફર્લો પોલીસે મળેલ બાતમી ની હકીકત મેળવી ફાર્મ હાઉસ ઉપર એકાએક છાપો મારતા સ્થળ ઉપર ખુરશી ટેબલ ઉપર જુગાર રમતા લોકો હતપ્રત બની ગયા હતા પોલીસ કોર્ડન કરી સ્થળ ઉપરથી જુગાર ની રોકડ રૂપિયા 71,500/- તેમજ મોબાઈલો નંગ 12 રૂપિયા 1,05,500/- તેમજ કોઇન રૂપિયા 1450/- તેમજ જગ તેમજ વાહનો સહીત રૂપિયા 5,34,100/- નો મુદ્દામાલ જપ્ત કરી 14 જુગારીયા દિનેશભાઇ ઉર્ફ મદન પશાભાઈ પટેલ રહે સુંદરપુર તેમજ નિશાર ભાઈ શરીફમીયા શેખ રહે દોશીવાડા રોડ વિજાપુર તેમજ રોનક કિરીટભાઈ સોની રહે અયોધ્યા સોસાયટી હાઈવે રોડ વિજાપુર તેમજ જેન્તી ભાઇ ભીખા ભાઈ પ્રજાપતિ રહે ખત્રીકુવા બ્રહ્માણી માતાના મંદિર સામે તેમજ સેંધા ભાઈ રામ સંગ ભાઈ વણઝારા રહે સ્વસ્તિક રો હાઉસ વિજાપુર તેમજ તોફિક ભાઈ જમાલ ભાઈ મનસુરી રહે બંગલા વિસ્તાર મનસુરી મસ્જીદ પાસે વિજાપુર તેમજ હિતેન્દ્ર કુમાર કાન્તિલાલ પરમાર રહે આંબેડકર ચોક વિજાપુર તેમજ અમૃતભાઈ રૂપા ભાઈ પ્રજાપતિ રહે પ્રજાપતિ વાસ હડાદ તા દાંતા બનાસકાંઠા તેમજ તૃષાલ યશવંત ભાઈ પટેલ કૈલાસ કોલોની પુંધરા તા માણસા તેમજ સજ્જાદ હુસેન ઇમામુદ્દીન સૈયદ બંગલા વિજાપુર તેમજ ભરતસિંહ શંકર સિંહ ચૌહાણ રહે 66 શિવાલીક હોમ્સ ગોવિંદપુરા ચોકડી વિજાપુર તેમજ પબીત્રા કવીરાજ સુર્ય બહાદુર ગજમેર રહે ગુડ ગાંવ હરિયાણા તેમજ સબીતા રામ બહાદુર લાલ બહાદુર થાપા રહે ડોલખા નેપાળ તેમજ નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ રાઠોડ રહે જુના સંઘપુર તા વિજાપુર સહિત 14 સામે ગુનો નોંધી કાયદેસરની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વાત્સલ્યમ્ સમાચાર