
વિજાપુર લાડોલ શ્રી બી એસ પટેલ કન્યા વિદ્યાલય ની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ની વિદ્યાર્થીનીએ તાલુકા મા પ્રથમ ક્રમાંક મેળવ્યો શાળાનું પરીણામ ૮૭.૦૯ ટકા આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ શ્રી બી એસ પટેલ કન્યા વિદ્યાલય નુ પરિણામ ૮૭.૦૯ ટકા આવ્યું છે. જેમાં ધોરણ ૧૨ મા સામાન્ય પ્રવાહ ની વિદ્યાર્થીની તન્વી બેન સંજય કુમાર પટેલે કુલ ગુણ ૭૦૦ માંથી ૬૬૧ ગુણ મેળવી ટકાવારી ૯૪.૪૩ પર્સેન્ટાઇલ રેન્ક ૯૯.૮૭ મેળવી મનો વિજ્ઞાન અને તત્વ વિજ્ઞાન ના વિષય મા ૧૦૦ માંથી ૧૦૦ ગુણ તેમજ અર્થશાસ્ત્ર તેમજ ભુગોળ ના વિષય મા ૧૦૦ માંથી ૯૮ ગુણ મેળવી સમગ્ર તાલુકા મા પ્રથમ નંબર પ્રાપ્ત કરતા શાળા નુ અને ગામ અને તાલુકા નુ ગૌરવ વધાર્યું છે. તાલુકા મા સામાન્ય પ્રવાહ મા પ્રથમ નંબર લાવતા શાળા મા ખુશી નો માહોલ જોવા મળ્યો છે શાળાના આચાર્ય અને ટ્રસ્ટી જનો એ વિદ્યાર્થિની ને ઉતરોત્તર પ્રગતિ કરે તેવા આર્શીવાદ આપ્યા હતા.




