મહેસાણા જીલ્લા પંચાયત ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994 અંતર્ગત વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994 કાયદાની વિગતે સમજ આપતો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ ઘટાડવા માટેનું સરાહનીય કામ તંત્ર અને લોકોના સહયોગથી થઇ રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે કાયદાના અમલીકરણ માટે લોકોનો સહયોગ પણ જરૂરી છે.વર્કશોપમાં ઉપસ્થિત ખાનગી પ્રેક્ટીસ કરતા ગાયનેક સહિતના ડોક્ટરોને જણાવ્યું હતું કે દિકરા અને દિકરીઓમાં સમાંતર લાવવા માટે વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. તેમણે કાયદાની સમજ તેમજ સામાજિક સમાનતા છેવાડાના માનવી સુધી ગંભીરતાથી પહોંચાડવા માટે ઉપસ્થિતોને ખાસ અનુંરોધ કર્યો હતો પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994ના વર્કશોપમાં બેટી બચાવો બેટી પઢાઓના સુત્રને સાર્થક કરવા માટે સરકાર સાથે ડોકટરો તેમજ લોકોનો સહયોગ જરૂરી છે તેમ જણાવી જિલ્લા કલેકટરે કાયદા અને તેના અમલીકરણની વિસ્તૃત સમજ આપી હતી જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતુ કે સ્ત્રી ભ્રુણ હત્યા રોકવા સંસદે ઘડેલા કાયદાની જોગવાઇઓનો અસરકારક અમલીકરણ માટે આપણે સૌએ કટિબધ્ધ થવુ પડશે તેમણે કાયદાનું વાંચન કરી તેના અમલીકરણ માટે ઉપસ્થિત ડોકટરોને જણાવ્યું હતું,આ વર્કશોપમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994ના કાયદાની વિસ્તૃત સમજ,ઓનલાઇન ફોર્મ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન, એમ.ટી.પી એક્ટ 1971ની સમજ,સરકારશ્રીની વિવિધ યોજનાઓની ચર્ચા, જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969 અંગે ચર્ચા કરી સુપેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહેસાણા ખાતે યોજાયેલ વર્કશોપમાં ગ્રામિણ અને શહેરી વિસ્તારના સેકસ રેશીયોની ચર્ચા,ફોર્મ એફની ચર્ચા સહિત કાયદાથી લોકોને અવગત કરવા માટેની ચર્ચા કરાઇ હતી,
વર્કશોપમાં પ્રોક્સી પ્રેસીડન્ટ ડો મુકુન્દ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી,સિવિલ સર્જન, એન.જી.ઓના આયેશાબહેન, ડો અમરભાઇ વ્યાસ સહિત ડોકટરો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ,કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા
મહેસાણા જીલ્લા પંચાયત ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994 અંતર્ગત વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર