ભુજની આર.આર.લાલન કોલેજ ખાતે લશ્કરી ભરતી મેળાની શરૂઆત કરાઈ 

0
85
વાત્સલ્યમ્ સમાચાર

૧૫-સપ્ટેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા અગ્નિવીર ભરતી રેલી તા.૧૪ થી ૨૩ સપ્ટે-૨૦૨૩ સુધી યોજાશે

ભુજ કચ્છ :- સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ રીજીયનનાં ઉમેદવારો માટે ભુજની આર.આર.લાલન, ખાતે આજરોજ એટલે કે, તા.૧૪ સપ્ટે-૨૦૨૩થી અગ્નિવીર ભરતી રેલીની શરૂઆત થઇ છે. આ લશ્કરી મેળામાં જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર જનરલ ડ્યુટી (સિમ્પલ મેટ્રિક પાસ), સોલ્જર ટેક્નીકલ સોલ્જર નર્સીંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક, સ્ટોર કીપર અને સોલ્જર ટ્રેડમેનની અગ્નિવીરની ભરતી કરવામાં આવશે. આ લશ્કરી ભરતી મેળામાં જુદા જુદા ટ્રેડ લાયકાત ધરાવતા રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દેવભૂમિ દ્વારિકા, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, દીવ તેમજ મોરબી જિલ્લાના ઉમેદવારો જોડાઈ રહયા છે. આ લશ્કરી ભરતી મેળો તા.૨૩મી સપ્ટે-૨૦૨૩ સુધી ચાલુ રહેશે. વધુમાં આ ભરતી મેળો આધુનિક સાધનો જેવા કે બાયોમેટ્રિક ડિવાઈસ, ઓટોમેશન ટુલ્સ અને સર્વિલન્સ સાધનોની મદદથી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઇ રહયો છે. આ અગ્નિવીર ભરતી રેલી માટે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ તરફથી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય જરૂરી તમામ સાથ સહકાર મળેલ છે તેમ ડાયરેક્ટર, આર્મી રિકૂટમેંટ ઓફીસ,જામનગરની યાદીમાં જણાવેલ છે.

IMG 20230915 WA0002 IMG 20230915 WA0003 IMG 20230915 WA0004

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here