ARAVALLIGUJARATMODASA

મોડાસા :સાબરમતી ગેસ પંપ પર અફરાતફરી મચી,આગ લાગવાની ઘટનાની મોકડ્રિલ યોજવામાં આવી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા :સાબરમતી ગેસ પંપ પર અફરાતફરી મચી,આગ લાગવાની ઘટનાની મોકડ્રિલ યોજવામાં આવી

રાજકોટમાં આગકાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ ફાયરને લઈ ને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાબરમતી ગેસના સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાની મોકડ્રિલ યોજવામાં આવી હતી, ગેસ પંપમાં આગની ઘટના ને લઈ કેવી રીતે સમગ્ર બનાવ પર કાબુ મેળવી શકાય તેને જ લઈ ને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, ગેસ લિકેજિંગ અને આગની ઘટના બને તો તેવા સમયે ગેસ પંપ નો સ્ટાફ ફાયર વિભાગને સાથે રાખીને મહત્વ નુકશાન અટકાવી શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રિલ માં મોડાસા નગરપાલિકા અને 108ના સ્ટાફે સરાહનીય કામગીરી નિભાવી મોકડ્રિલ કરી હતી.

સવારે ૧૧.૦૦ વાગ્યે કંપનીનો ટેકનિશિયન ટેન્કર પાસે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કેન્ટરનો વાલ્વ ખૂલી જતાં ગેસ લિકેજ થયું અને અચાનક આગ પણ લાગી હતી. તે અંગેની જાણ સંબંધિત ડિઝાસ્ટર શાખાને કરતા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઈમરજન્સી કોલ આપતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક કર્મચારી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતાં તેને ઈજા થઇ હતી. જેની જાણ ગેસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક કંપનીના ફાયરના સાધનો સાથે અન્ય કર્મીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 108ને તુરંત જાણ કરાતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત કર્મીઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. સાથોસાથ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટેન્કરની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી.

આ મોકડ્રીલમાં ડેપ્યુટી કલેકટર ડી.વી, પ્રજાપતી , મામલતદાર પી.સી.રાજપુત, નાયબ મામલતદાર કે બી પટેલ, જી.પી.સી.બી હિમતનગર, સહાયક માહિતી અધિકારી નિધિ જયસ્વાલ તથા ડી.પી.ઓ, ડીઝાસ્ટર શાખા તથા ઓફીસર દ્વારા આ મોક ડ્રીલ માં રહેલ એક્ષ્પર્ટ એડ્વાઈઝ આપેલ હતી. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંઘના સંકુલમાં આ કાર્યક્રમ યોજવા સહકાર આપવા બદલ વહીવટી તંત્ર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને અંતમા સરકારી/બિનસરકારી એજન્સીઓનો આભાર માની મોકડ્રીલ બાદનુ ડીબ્રીફીંગ પુરુ થયેલ જાહેર કરવામાં આવ્યું હતું.

 

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!