મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 89 મી શિબિર સંપન

0
8
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી સિદ્ધ સમાધી યોગ SSY ની 89 મી શિબિર સંપન

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

IMG 20230306 WA0022

મોરબી.આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી,તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાં અનિદ્રા,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત,માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવજીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,અસ્ત,વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર ચૌદ દિવસ સુધી મોરબીમાં ઈડન હિલ ખાતે દશ દિવસ અને ચાર દિવસ કેશવ ફાર્મ-સજ્જનપર ખાતે કુદરતી વાતાવરણમાં, પ્રકૃતિની ગોદમાં યોજાઈ ગઈ જેમાં સાધકોએ રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી સાધકોએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરી હતી, ઘણા સાધકોએ વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી, માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું સાધકોએ પ્રાપ્ત કર્યું હતું, શિબિરને સફળ બનાવવા નવણિતભાઈ કુંડારિયા,ડાહ્યાભાઈ સહિતના એસએસવાય શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

FB IMG 1642673402281 5

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews