મોરબીના મુનનગર પાસે ફ્લેટમાં જુગાર રમતા 2 મહિલા સહિત 9 ઝડપાયા
મોરબીના મુનનગર નજીક આવેલી સતનામ સોસાયટીમાં ફ્લેટમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમી રહેલા બે મહિલા સહીત નવ આરોપીઓને પકડી પાડયા
મોરબીના મુનનગર વિસ્તારમાં સતનામ સોસાયટીમાં આવેલ કેસરી હાઈટ્સ ફ્લેટમાં રહેતા આરોપી હસમુખભાઈ રમેશભાઈ ઠોરીયા બહારથી પોતાના ફ્લેટમાં માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે ગતરાત્રીના સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી હસમુખભાઈ રમેશભાઈ ઠોરીયા, યોગેશભાઈ ભીમજીભાઈ પટેલ, આશિષ વિનોદભાઈ પટેલ, સંજયભાઈ હીરાભાઈ સોમૈયા, કીર્તિભાઇ ચાબેલભાઈ કોટેચા, મહેશભાઈ ધરમશીભાઈ પટેલ, ધર્મેશભાઈ દિનેશભાઇ પિત્રોડા, ચેતનાબેન અશોકભાઈ ગુજ્જર અને માલતીબેન વિઠ્ઠલભાઈ ભટ્ટી તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 1,40,800 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.