મોરબી : અવની ચોકડી પાસે ડૂબેલ બાળક મૃતદેહ મળી આવ્યો
મોરબીના ઉમિયા સર્કલ નજીક બપોરેના અરસામાં એક ત્રણ વર્ષનું બાળક કેનાલમાં પડી ગયું હતું અને મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ઓફિસર સહિતની ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓએ કેનાલમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કેનાલ પણ બંધ કરવામાં આવી હતી
ઉમિયા સકૅલ પાસે કેનાલમાં અંદાજે ૩ વર્ષનું બાળક પડી ગયું હોય જેથી ફાયરની ટીમે ગઈકાલ બપોરથી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે રાત્રીના અંધકારને પગલે સર્ચ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું બાદમાં મોડી રાત્રીના બે વાગ્યા ની આસપાસ વાવડી ગામ નજીક કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જાણ થતાં તુરંત મોરબી તાલુકા પોલીસને ટીમ દોડી જઈને બાળકના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મૃતક બાળક નામ આયુષ બિરેન્દ્રભાઈ સુનરા (ઉ.3)જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી