વાત્સલ્યમ્ સમાચાર
મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે અમદાવાદમાં કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાઇ
રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર અમદાવાદ ખાતે યોજાનારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે જીલ્લા ભાજપ ના પ્રભારી શ્રી ડો. હિતેશભાઇ ચૌધરી ની આગેવાની માં જીલ્લા ભાજપ ની મીટીંગ મળી હતી જેમાં જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રણછોડ ભાઈ દલવાડી અને મહામંત્રી શ્રી કે એસ અમૃતિયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા સહિત ના આગેવાનો નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા સહિત જીલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઆ તકે મોરબી જીલ્લા માંથી અંદાજે 5000 લોકો ઉપરોક્ત કાર્યક્રમ માં જોડાશે.