કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
20
વાત્સલ્યમ્ સમાચાર

કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી, દ્વારા તારીખ ૧૧-૯-૨૦૨૩ થી ૧૬-૯-૨૦૨૩ દરમિયાન કૃષિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ ૧૩-૯-૨૦૨૩ના રોજ પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ખાસ હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. જેથી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના ઉપભોક્તા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

IMG 20230914 WA0069

આ કેન્દ્રના વડા ડો. જીવાણી, વૈજ્ઞાનિક શ્રી ડી.એ.સરડવા અને એમ.બી. ભોરાણીયાએ ખેડૂતોને ફિલ્ડ મુલાકાત તેમજ હલકા ધાન્યની આહારમાં મહત્તા અને તેની ખેતી પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી ખેડૂત વક્તા જિલ્લા સંયોજક શ્રી દાજી બાપુએ પ્રાકૃતિક ખેતીના અનુભવો અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન કઈ રીતે મેળવવું તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વી.પી. ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી.જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. છોડવાડીયા હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમમાં પ્રાકૃતિક શાકભાજી પ્રોત્સાહક મંડળ તરફથી પ્રાણજીવન ભાઈ કાલરીયા, મણીભાઈ ગડારા અને મનુભાઈ કૈલા સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here