મોરબીની અવની ચોકડી નજીક નેપાળી બાળક રમતા રમતા કેનાલના પડી ગયું
મોરબી : મોરબીની અવની ચોકડી નજીક આવેલ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક કેનાલમાં પડી જતા છેલ્લા ત્રણેક કલાકથી મોરબી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે
મોરબી શહેરના અવની ચોકડી પાસે અવધ એપાર્ટમેન્ટ ની સામે ત્રણ વર્ષનું નેપાળી બાળક રમતા રમતા કેનાલમાં પડી ગયું હતું ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને અલગ અલગ બે ટીમો બનાવી બાળકની શોધ ખોળ હાથ ધરી હતી જોકે પાણીનો પ્રવાહ કેનાલમાં વધારે હોવાથી શોઘ ખોળ કરવામાં મુશ્કેલી પડી રહી છે એવું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું હાલમાં સિંચાઈ વિભાગને ફોન કરી પાણી પ્રવાહ બંધ કરવાની સૂચના આપવામાં જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આવી