હડમતીયા કન્યા તાલુકા શાળામાં ધોરણ ૬ માં આવનાર વિદ્યાર્થીઓ માટે કોમન પ્રવેશ પરીક્ષા (COMMON ENTRANCE TEST) અંતર્ગત વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
આ તકે શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજિયાએ બાળકોની હાજરી, વાર્ષિક પરીક્ષા, NMMS, PSE, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્ર સ્પર્ધાની માહિતી આપી. આ ઉપરાંત શાળાના મદદનીશ શિક્ષક શ્રી પ્રવીણભાઈ ભાગીયાએ ધોરણ ૬ માટે લેવાનાર કોમન પ્રવેશ પરીક્ષા અંતર્ગત ૧) જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ
૨) જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ ૩) જ્ઞાનસેતુ ડે સ્કૂલ ૪) રક્ષાશક્તિ સ્કૂલ ૫) મોડેલ સ્કૂલ ની પરીક્ષા, વિષયવાર ગુણનું માળખું તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેની માહિતી આપી.. અમારી શાળાના ધોરણ ૫ ના ૨૪ વિદ્યાર્થી માંથી ૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી..