MORBIMORBI CITY / TALUKO

મોરબી:વ્યાજખોરે યુવકને છરી દેખાડી પઠાણી ઉઘરાણી કરતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી:વ્યાજખોરે યુવકને છરી દેખાડી પઠાણી ઉઘરાણી કરતા મામલે પોલીસ ફરિયાદ


મોરબીના ખાખરાળા ગામે રહેતા ભાવીનભાઇ હરેશભાઇ ઠોરીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી અમીત વસંત ડાંગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે, તેમણે આ આરોપી પાસેથી રૂ.૨,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજ સહીત કુલ રકમ રૂ.૨,૭૦૦૦૦/- ચુકવેલ હોવા છતા આરોપી અમિતે એ ભાવીનભાઇ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી રવાપર રાધેક્રિષ્ના બી એપાર્ટમેન્ટ માં આવેલા ભવિનભાઇના ઘરે જઇ છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી હતી.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!