માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની યોગમય ઉજવણી મોરબીમાં બે દિવસીય યોગ શિબિર યોજાશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૭૩ સ્થળોએ બે દિવસની નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.
આ શિબિર નો મુખ્ય ઉદ્દેશ ઘર-ઘર સુધી યોગ પહોંચે જેથી દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. રોગ, ચિંતા, તનાવથી મુક્ત બને. યોગને જીવનમાં અપનાવે અને હંમેશા સવસ્થ અને સુખી રહે તે હેતુથી છે.
મોરબી જિલ્લાના દરેક નાગરિકો, યોગ વિષયમાં રુચિ ધરાવનાર વ્યક્તિઓ, યોગ પ્રેક્ટિસ કરનાર યોગ સાધકો, યોગ વિષય માં કાર્યરત સર્વે સંસ્થાઓ, યોગ કોચ, યોગ ટ્રેનર્સ-ટીચર્સ, વિવિધ આધ્યાત્મિક, વ્યાપારિક અને સામાજિક સંસ્થાઓને સભ્યો અને પરિવાર સાથે યોગ શિબિરમાં જોડાવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હાર્દિક આમંત્રણ પાઠવે છે.
શિબિરમાં આવનાર દરેક લોકોએ નીચે આપેલ લિંક પરથી રજીસ્ટ્રેશન ફોર્મ (અંગ્રેજી કેપિટલ લેટરમાં) ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. https://forms.gle/DnFhD9pf5j4UeGeV8
વધુ માહિતી માટે શ્રી વાલજીભાઈ પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) નો સંપર્ક (9586282527) કરવા યાદી માં જણાવેલ છે.તારીખ: 16/9/2023 અને 17/9/2023 સમય: સવારે 6 થી 8 સ્થળ: રામોજી ફાર્મ, કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે.