મોરબી: ગાળા ગામની સીમમાં કેરોવીટ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ગાડીના વ્હીલ નીચે આવી જતા યુવકનું મોત નિપજ્યું
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ માટેલ રોડ પર આવેલ એરકોન સીરામીકમા રહેતા બીગુભાઈ શ્રીશક્લ પાસવાન (ઉ.વ.૩૦) એ આરોપી એજેક્ષ મિક્ષરની ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૪-એસ-૦૬૯૭ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલા વાળુ વાહન એજેક્ષ મિક્ષરની ગાડી રજીસ્ટર નં-GJ-34- S-0697 વાળુ પુરઝડપે અને બેદરકારીથી ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના સાળા જયલાલભાઇ લખીન્દ્રભાઇ પાસવાન ઉ.વ-૩૨ વાળા કારખાનામાં તળીયાના ધાબા ભરવાનું કામ કરતા હોય જેના પર વ્હીલ ફરી જતા શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બીગુભાઈએ આરોપી એજેક્ષ મિક્ષરની ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.