મોરબી- રામ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ના આયોજનના ભાગરૂપે એક અગત્યની મીટીંગ યોજાશે..

0
14
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી સનાતન હિંદુ સમાજ તેમજ રામ જનમોત્સવ સમિતિ દ્રારા આગામી તા. ૩૦ માર્ચના રામ જનમોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે તા. ૫ માર્ચને રવિવારે સાંજે ૯ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, રામ ચોક પાસે, નાગરિક બેંકની સામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટીંગમાં શહેરના તમામ મંદિરના પૂજારીઓ અને સાધુ-સંતો, તમામ ભગિની સંસ્થાઓના પ્રમુખો અને તેમની કમિટી સભ્યો,તમામ ગણપતિ ઉત્સવ ના આયોજકો અને તેમની ટીમ,તમામ ગરબીના સંચાલકો પ્રમુખો અને તેમના કાર્યકર્તાઓ,

IMG 20230304 WA0043 768x490 1

દરેક સમાજના પ્રમુખો અગ્રણીઓ અને તેમની કમિટીઓ, સિરામિક ઉદ્યોગ એસોસિએશન,જ્વેલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન, બિલ્ડર એસોસિએશન,મેડિકલ એસોસિએશન,વાસણ એસોસિએશન, ક્લોથ એસોસિએશન, બુટ ચપ્પલ એસોસિએશન, પાન બીડી તંબાકુ એસોસિએશનને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.FB IMG 1642673402281 3

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews