ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

0
39
વાત્સલ્યમ્ સમાચાર

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૬-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

IMG 20230913 WA0042

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here