મોરબી:સરપંચ વિરૂધ્ધ ખોટી અરજી કરનાર, વિરૂધ્ધ તપાસ કરી કાયદેસર પગલા ભરવાની માંગ સાથે ડીડીઓને આવેદનપત્ર
સરપંચ પરિષદ ગુજરાત મોરબી જીલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ આજે ડીડીઓને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે જીલ્લાના સરપંચોની કામગીરી અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના હેતુથી રાગ દ્વેષથી અનેક ટીમો વાંધા અરજી કરે છે જેથી આવા લોકો સામે તપાસ કરવામાં આવે ઉપરાંત કોઈપણ સરપંચ અધિકારીઓ કે રાજકીય નેતાનો ભોગ ના બને તેથી આવેદન પાઠવ્યું જણાવ્યું છે કે જે ગ્રામ પંચાયતમાં તલાટીઓ નથી તેની તાત્કાલિક નિમણુક કરવામાં આવે તે જરૂરી છે ઉપરાંત એસ.ઓ.આર ના જુના ભાવ વર્ષ ૨૦૧૫-૧૬ મુજબના હતા જેને બદલાવીને નવા ભાવ વર્ષ ૨૦૨૧-૨૨ મુજબ અમલવારીમાં આવેલ છે પરંતુ તે ભાવ ફક્ત પેવરબ્લોકના કામમાં જ સુધારો આવેલ છે સીસી રોડના કામમાં ભાવમાં સુધારો મળેલ નથી જેથી કોઈ કોન્ટ્રાકટર સીસી રોડનું કામ કરવા તૈયાર નથી જેના પગલે ગામના વિકાસમાં અવરોધ પેદા થાય છે જેથી સીસીરોડના કામમાં પણ નવો ભાવ વધારો જલ્દીથી અમલીકરણ કરવા માંગ કરી છે