GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજપર ગામની સીમમાંથી બાઈક ચોરી

 

MORBI:મોરબીના રાજપર ગામની સીમમાંથી બાઈક ચોરી

 

 

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં દિલીપભાઈ મોહનભાઈની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં જગદીશભાઈ વાલજીભાઈ મુંદડીયાની વાડીમાં રહેતા દેવલાભાઈ તેરીયાભાઈ નાયકા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીનુ હિરો સ્પલેન્ડર પ્લસ મોટર સાઇકલ રજીસ્ટર નંબર GJ-34-R-2239 વાળુ જેની કિ.રૂ.૫૫,૦૦૦/- વાળુ બ્લુ કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!