બી.આર.સી. ભવન ટંકારા દ્વારા ટંકારા તાલુકાના શિક્ષકોના ઇનોવેશનનો વર્કશોપ યોજાયો
જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન ટંકારા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે એજ્યુકેશનલ ઇનોવેશન વર્કશોપનું આયોજન મિતાણા તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક વિભાગમાંથી 9 શિક્ષકોએ તેમજ માધ્યમિક વિભાગમાં 1 શિક્ષક દ્વારા તેમના દ્વારા કરાયેલા નવાચારનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે અલગ રીતે વિચારીને શિક્ષકોએ કરેલા નવતર પ્રયોગો માટે અભિનંદન પાઠવવામાં આવ્યા.
આ તકે મૂલ્યાંકન કમિટીમાં ડાયટ લાયઝન સોનલબેન ચૌહાણ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, છત્તર માધ્યમિક શાળાના આચાર્ય શિલ્પાબેન તેરૈયા તેમજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી અને જલ્પાબેન ગોસ્વામીએ હાજરી આપી તમામ ઇનોવેશનમાંથી શ્રેષ્ઠ 3 ઇનોવેશનની પસંદગી કરી હતી.
ઇનોવેશન રજૂ કરનાર શિક્ષકો પ્રાથમિક વિભાગ 1. કાસુન્દ્રા ચંદુલાલ જે. 2. ઘેટિયા નેહાબેન એચ. 3. ભાલોડિયા ચેતનભાઈ બી.4. પટેલ કલ્પેશભાઈ એચ.5. સાંચલા ગીતાબેન એમ.6. રાઠોડ અનિલભાઈ એન.7. પુજારા સ્વાતિબેન વી.8. પાલરીયા નૈમિષભાઈ ડી.9. સંઘાણી સુનિલભાઈ એમ.
માધ્યમિક વિભાગ 1. વાટકીયા પ્રવિનચંદ્ર બી.
આ તકે તમામ ભાગ લેનાર શિક્ષક મિત્રોને પ્રમાણપત્ર આપી વર્કશોપની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
વર્કશોપ સફળ બનાવવા મિતાણા તાલુકા શાળા આચાર્યશ્રી પ્રવિણભાઈ પારધી તેમજ સી.આર.સી.ભાવેશભાઈ દેત્રોજા અને હેમંતભાઈ ખાવડું દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.