GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલ- દ્વારા “12 કોમર્સ પછીનું ભવિષ્ય અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું…

 

MORBI:મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલ- દ્વારા “12 કોમર્સ પછીનું ભવિષ્ય અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું..

 

 

બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું જેમ કે CA, CS, LLB, MBA અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ વિશેની માહિતી, તેમજ ભારતની શ્રેષ્ઠ મેનેજમેંટ કોલેજ IIM માં ધોરણ -12 પછી પ્રવેશ મેળવવા IPMAT અને JIPMAT પ્રવેશ પરીક્ષા વિશેની પણ માહિતી આપી.

ભવિષ્યના ઉજ્જવલ ક્ષેત્રો AI, Digital Marketing, Data Analysis વગેરે વિશે સરળ અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી. સેમિનાર માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અનેક નવી બાબતોની જાણકારી મેળવી. આ સેમિનારથી કોમર્સ ના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો અને ભવિષ્ય માટે દિશા સૂઝ મેળવી હતી.

સેમિનારના અંતમાં નીલકંઠ સ્કૂલ ના મેનેજીંગ ટ્રસ્ટી જીતસર વડસોલાએ Dr. વ્યાસ સર ને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે ખુબ જ પ્રેરણાદાયી તથા જ્ઞાનવર્ધક સાબિત થયો.

Back to top button
error: Content is protected !!