રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી સિમ્પોલો ખાતે ૫૨ મો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ૨૦૨૩ ની ઉજવણી આ દિવસને અસ્તિત્વમાં લાવવાની પહેલ નેશનલ સેફ્ટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના ભારતમાં જ 4 માર્ચે કરવામાં આવી હતી, તેથી ભારત માં આ દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલાથી જ ઉજવાયેલો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ હવે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જે ૪ થી ૧૦ માર્ચ સુધી નો હોય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો છે.
મોરબીના બધા સિરામિક ઉદ્યોગમાં, પહેલીવાર સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ, મોરબી આ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવા જઈ રહ્યું છે જેવી રીતે સમગ્ર દેશના દરેક ઔધોગિક એકમમાં દર વર્ષે મનાવવામાં આવે છે. જેમાં કર્મચારીઓ આધોગિક એકમમાં અકસ્માત થવાના કારણો જાણી શકે અને તેને રોકવા માટેની સમજ કેળવવી તેમજ શિક્ષિત કરવા અને જાગૃતિ લાવવા કર્મચારીઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિ કરાવવામાં આવશે.
જેમાં ૪ માર્ચ ના દિવસે સુરક્ષા સપ્તાહ નું શ્રી. જીતેન્દ્ર અઘારા (CMD Simpolo Group) દ્વારા આ સમારોહ નું ઉદઘાટન કરવામાં આવ્યું અને તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે સલામતી એ આપણી આજની પ્રવૃત્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે સિમ્પોલો માં સુરક્ષા કલ્ચર બનાવવા દરેક વ્યક્તિએ મુખ્ય યોગદાનકર્તા બનીને આ પરિવર્તન માટે સકારાત્મક વલણ કેળવવું જોઈએ.
આજના દિવસની જુદી જુદી પ્રવૃતિમાં સુરક્ષા ના બેનર અને પોસ્ટર ડિસ્પ્લે કરવા, સુરક્ષા પ્રતિજ્ઞા લેવડાવવી અને તેમના હસ્તાક્ષર પ્રતિજ્ઞા બોર્ડ પર કરી સુરક્ષા પ્રત્યે એક જવાબદાર કર્મચારી બનવું, સેફ્ટી બેજ આપીને બધાને વચનબદ્ધ કરવા, ફોટો સ્ટેન્ડ પર ફોટો પાડીને લોકો ને શેર કરી જાગૃતિ ફેલાવવી , પોસ્ટર કોમ્પિટીશન માટે પોસ્ટર કીટ આપીને સુરક્ષા પોસ્ટર બનાવવા જેવી અલગ અલગ પ્રવૃત્તિ માં બધાજ કર્મચારીએ ભાગ લીધેલ. આવી જ રીતે આખું સપ્તાહ પણ આવી જ રીતે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા ઉજવવામાં આવશે .
આમ સલામતી સપ્તાહ અભિયાનના તમામ સહભાગીઓ અને કર્મચારીઓને આગામી વર્ષ માટે સુરક્ષિત રીતે કામ કરવા પ્રોત્સાહિત કરશે.