મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહ લગ્નનું આયોજન

0
11
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

કન્યાઓને કરિયાવરમાં સોના-ચાદીના આભુષણો થી માડી ૮૫ ચીજવસ્તુઓ ભેટ સમસ્ત દશનામ ગોસ્વામી સમાજને પધારવા જાહેર આમંત્રણ આયોજક એ પાઠવ્યું છે

IMG 20230307 115843

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજિત ચતુર્થ રજવાડી સમુહલગ્ન નું આયોજન તા ૧૧-૩-૨૦૨૩ શનિવારે સાંઈબાગ જનકલ્યાણ નગર
ઉમા ટાઉનશીપ ગેટ સામે મોરબી -૨ ખાતે રાત્રીના સમૂહલગ્ન યોજાશે જેમાં સાત યુગલો લગ્નગ્રંથિ જોડાશે કન્યાઓને કરિયાવરમાં સોના- ચાંદીના દાગીનાથી માંડી ગૃહઉપયોગી ૮૫ ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવે છે આ સમૂહ લગ્નમાં મુકેશગીરી દલપતગીરી ગોસ્વામી (ડેરીવડારા) ડો મનીષગીરી કાંતિગીરી ગોસ્વામી (રાજકોટ ) ગોસ્વામી સોમગીરી પ્રભાતગીરી (રાજકોટ) મહંતશ્રી સચ્ચિદાનંદ ગીરીજી (રાષ્ટ્રીય અધ્યક્ષ) સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી મહંતશ્રી ભાવેશ્વરીબેન ( રામધન આશ્રમ મોરબી) મહંતશ્રી હરેશપ્રગટ (દળવા- રાંદલ ) મહંતશ્રી રવિન્દ્રગીરી તથા મનોજગીરી ( ચોટીલા મંદિર) સહિત સંતો- મહંતો ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે આશિર્વચન તથા સંભા સાંજે ૭ વાગે યોજાશે સમૂહ લગ્નને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ઉપ પ્રમુખ બળવંતગીરી મંત્રી નિતેષગીરી સહમંત્રી અમિતગીરી સહિત સભ્યોની ટીમ જેહમત ઉઠાવી રહી છે

FB IMG 1642673402281 7

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews