ટંકારાના હડમતીયા રોડ પર ઢોર ચરાવવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી
ટંકારાના ઉગમણાનાકા પાસે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઇ ભગવાનજીભાઇ ખોખાણીએ ટંકારા પોલીસ મથકમાં આરોપી રોહીતભાઇ સીંધાભાઇ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.10ના રોજ સવારે તેઓ બાઈક લઈને જત હતા ત્યારે જુના હડમતીયારોડ દેવીપુજક વાસ પાસે આરોપી રોહિતે તેમને રોકી અમારા માણસને સીમમાં ઢોર ચરાવતા કેમ અટકાવશ કહી લાકડી વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હોવાનું જાહેર કર્યું હતું.
સામાપક્ષે રોહીતભાઇ સીંધાભાઇ ભરવાડે આરોપી પ્રવીણભાઇ ભગવાનજીભાઇ ખોખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, સાહેદ સાહિલે પ્રવિણભાઈની વાડીમાં ઢોર ચરાવેલ ન હોવા છતાં પણ પ્રવિણભાઈએ ખોટું નામ આપતા હોય તેમને સમજાવવા જતા ઝઘડો કરી લાકડી વડે માર મારેલ હતો, આમ ટંકારા પોલીસે મારામારીના આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.