વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે સ્વચ્છતા અભિયાન સતત ચાલુ સમગ્ર ગામ ચોખ્ખું ચણાક!!!
“સ્વચ્છતા અંતર્ગત રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર લુણસરીયા ગામ સ્વચ્છતામાં યથાવત!!!”
તસવીર અહેવાલ આરીફ દિવાન મોરબી :દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સમગ્ર ભારતમાં વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપવાના ભાગરૂપે સમગ્ર દેશ માં સ્વચ્છતા દરેક શહેર જિલ્લો રહે તેવા પ્રયાસો અંતર્ગત સ્વચ્છતા અભિયાન ના વિવિધ કાર્યક્રમો કરી સમગ્ર દેશ સ્વચ્છતા રહે તેવા પ્રયાસો રહ્યા છે ત્યારે તેને સાર્થક કરવાના ભાગરૂપે વાંકાનેર તાલુકામાં લુસરીયા ગામે લીલો અને સૂકો કચરો ડોર ટુ ડોર કનેક્શન કરી સમગ્ર લુસરીયા ગામની સ્વચ્છત રાખવામાં પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા જે રાષ્ટ્રપતિ એવોર્ડ સ્વચ્છતા અંતર્ગત પ્રાપ્ત કર્યો છે ત્યારથી તેનું ગામડું સ્વચ્છત રહે તેવા પ્રયાસો અંતર્ગત સમગ્ર લુણસરિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં રોજ સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી સતત ડોર ટુ ડોર લીલો સુકો કચરો રીક્ષા દ્વારા કનેક્શન કરવામાં આવે છે જેથી સમગ્ર ગામ સ્વચ્છતામાં આજની તારીખે પણ રહ્યું છે ક્ષત્રિય સમાજ ના જયેન્દ્ર સિંહ ઝાલા ઉર્ફે જયુભા વ્યસન મુક્ત પોતે અને પોતાનો પરિવાર ને રાખી ક્ષત્રિય સમાજ નું ગૌરવ બન્યા છે મિત્ર સ્વભાવના જયેન્દ્રસિંહ ઝાલા ને સમગ્ર વાંકાનેર પંથક અન્ય શહેર જિલ્લા રાજ્યમાં જયુભા થી જાણીતા એવા ક્ષત્રિય સમાજના જયેન્દ્રસિંહ ઝાલા એ પોતાના લુસરીયા ગામ પંચાયતની હદમાં આવેલા જુના નવા લુણસરિયા બોકડથભા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાકા રોડ રસ્તા અને પીવાના પાણી લાઈટ જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલાએ આન બાન અને શાન થી સમગ્ર વાંકાનેર પંથકમાં સંઘર્ષ કરી સફળતા પ્રાપ્ત કરી છે તે વાતને કોઈ શંકાનું સ્થાન નથી કારણકે ગોધરા કાર્ડ વખતે હોમગાર્ડમાં અમદાવાદ સુરત જેવા સિટીમાં 15 15 દિવસ સુધી બંદોબસ્તમાં રહી ફરજ ના ભાગે કામગીરી કરી છે અને ખેડૂત પુત્ર હોવાથી ખેતીના કામ પોતે જાતે કરી તનતોડ મહેનત સાથે સતત મિત્ર સ્વભાવથી સમગ્ર વાંકાનેર પંથકમાં બહોળો મિત્ર વર્ગ પ્રાપ્ત કર્યો છે ક્ષત્રિય સમાજમાં પણ સારી ઓળખ પ્રાપ્ત કરી છે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વે સમાજ સાથે હળી મળી એકતાના પ્રતીક ઉદાહરણો પુરા પાડી રહ્યા છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના યોજનાઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપી રહ્યા છે તેમાં 2008માં સ્વચ્છતા અંતર્ગત રાષ્ટ્રપતિ એવોર્ડ લુણસરિયા ગામ પંચાયતના તે વખતના સરપંચ જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા એ મેળવી વાંકાનેર તાલુકાનું ગૌરવ સ્વચ્છતાના ભાગે પ્રાપ્ય કર્યું હતું જે હાલ 2023 માં પોતાના પત્ની મીનાબા જે ઝાલાને સરપંચ બનાવી આજની તારીખે લુણસરિયા ગામ પંચાયતમાં પ્રજા લક્ષી વિકાસ કાર્યમાં સ્થાન યથાવત રહ્યું છે કારણકે આધુનિક પહેલા દેશી ખેતી કાર્ય કરતાં ખેડૂતોને ભૂતકાળમાં એટલે 2003-4 મા જ્યારે પાણી માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી ના પડે તે માટે હાથે મહેનત કરી ભરેલા ઓઇલ ડીઝલ ના માધ્યમથી ફૂડ બનાવી એન્જિન હાકી ગામના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી છે અને કોરોના કાર્ડમાં પણ સેવાની જ્યોત ખરા પ્રજા ના પ્રતિનિધિ તરીકે આપી સમગ્ર ગામ જનોને સરકારની ગ્રાઈડ લાઈન અનુસાર સમગ્ર ગામમાં સેવાની મહેક લહેરાવી હતી 2008માં જે રાષ્ટ્રપતિ એવોર્ડ સ્વચ્છતા અંતર્ગત મળ્યો છે તે એવોર્ડ ફરી લુણસરિયા ગામ પંચાયતના ભાગે આવે તો નવાઈ નહીં કારણકે સતત લુણસરીયા ગામ પંચાયતની હદમાં સ્વચ્છતા અભિયાન ની મોમેન્ટ આજે પણ 2023 માં જોવા મળી રહી છે અને જે કાર્ય નું સ્થાન આપવા માટેનું કામ ચાલુ રહ્યું હોય તેમ સમગ્ર વાંકાનેરના લુણસરિયા ગામ પંચાયતની હદમાં આવેલા નવા જૂના લુણસરિયા અને બોકડથંભા વિસ્તારમાં સ્વચ્છતા અંતર્ગત સવારે 8:00 થી 11 સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વચ્છતા અંતર્ગત રીક્ષા સમગ્ર ગામમાં ડોર ટુ ડોર લીલો સુકો કચરો કનેક્શન કરી રહ્યા છે જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે