વાત્સલ્યમ્ સમાચાર
હળવદ ચરાડવા ગામે વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ડાયાભાઇ સવજીભાઈ ચૌહાણની વાડીએ રહી ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સાયલાભાઈ ઉર્ફે શૈલેષ નગલીયાભાઈ ઉર્ફે નસરિયાભાઈ ટોકરિયા ઉ.20 નામનો યુવાન પ્રાણીઓની રંઝાડથી બચવા વાડી ફરતે ઝટકા શોટ ગોઠવતો હતો ત્યારે તાર ખેંચવા જતા ઇલેક્ટ્રિક વાયરને તાર અડી જતા વીજશોક લાગતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.