ટંકારા એમડી સોસાયટી ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.

0
15
વાત્સલ્યમ્ સમાચાર

ટંકારા એમડી સોસાયટી ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 85 દર્દીઓએ લાભ લીધો

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

IMG 20230306 WA0030 1

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા

IMG 20230306 WA0031 1

સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 6 તારીખે ટંકારા ગામ ના શ્રી એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.6-2-2023 સોમવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 85 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 15 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. બળવંત સાહેબ, રાજેન્દ્રભાઈ ગાવડીય, દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ)
શ્રી નિલેશભાઈ પટણી,શ્રી લાલાભાઇ આચાર્ય
શ્રી ગીરીશભાઈ ગાંધી,શ્રી જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી),શ્રી ગીતાબેન સરડવા
શ્રી કુવરજી સાહેબ ભાગ્યા તેમજ શ્રી મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવી કેમ ને સફળ બનાવવામાં આવ્યો હતો,85 લોકોએ લાભ લીધો હતો તેમજ 15 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવશે. દર મહીના ની 6 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.

FB IMG 1642673402281 5

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews