GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD હળવદના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી બે કિલો વજનના ચાંદીના છત્તરની ચોરી.

 

HALVAD હળવદના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી બે કિલો વજનના ચાંદીના છત્તરની ચોરી.

 

 

હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી દાનપેટી તેમજ ચાંદીના બે કિલોથી વધુ વજનના ૨૫ થી ૨૭ છત્તર, ૨૦ થી ૨૨ ફેણ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઇસમોને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનિલદાસ માધવદાસ દુધરેજીયા ઉવ.૨૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા.૩૧/૧૦ના રાત્રીના ૧૧ વાગ્યાથી ૦૧/૧૧ની સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન માણેકવાડા ગામમાં આવેલ વાસંગી(માણેકવાડીયા) દાદાના મંદિરમાંથી અજાણ્યા ચોર ઈસમો દ્વારા દાનપેટી તેમજ ચાંદીના અંદાજે ૨૭ છત્તર તથા આશરે ૨૨ જેટલા ફેણ જેની કુલ કિ.રૂ.૮૦ હજાર ચોરી કરી લઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દાનપેટી ગામની બહાર સમથેરવા ગામ જવાના કાચા રસ્તે રેઢી પડેલી મળી આવી હતી. હાલ હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!