HALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદમાં અકસ્માતના ગુનામાં ૨ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો

HALVAD- હળવદમાં અકસ્માતના ગુનામાં ૨ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સે.જયેશભાઇ વાઘેલા તથા કોન્સે.બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ રાઠોડને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલકે, હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ અકસ્માતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુઘર આર એસ મહા રાજગંજ (યુ.પી) વાળો હાલે ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ હોવાની ચોકકસ હકીકત મળતા તુરંત જ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ ઉવ.૨૬ રહે.પટખૌલી ઘુઘર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો જોલવા ગામ ઓમ શકિત પ્રા.લી કંપની ખાતેથી મળી આવતા તેની અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.









