GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

HALVAD:હળવદના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા
હળવદ : હળવદ પોલીસે ઢવાણા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા દરમિયાન પાંચ જુગારીઓ પોતાનું બાઈક મૂકી નાસી ગયા હતા. જ્યારે ચાર જુગારી રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઢવાણા ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં દરોડો પાડતા આરોપી રસિક ઉર્ફે ભેણીયો મોહનભાઈ તલસાણીયા, અશોક ઉર્ફે વીજળી ઓઘડભાઈ સારદીયા, રસિક ઉર્ફે ગીધો વેલાભાઈ દુધરેજીયા અને ધીરુભાઈ બચુભાઈ સોરઠીયા નામના ચારેય આરોપીઓ રોકડા રૂપિયા 12,400 સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે પાંચ આરોપીઓ બાઈક રેઢા મૂકી નાસી જતા પોલીસે અલગ અલગ પાંચ બાઈક નંબરને આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી કુલ રૂપિયા 1,12,400નો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.







