મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારઘી બીન હરીફ અને હીરાભાઈ ટમારીયા બહુમતીથી ચૂંટાય જાહેર કરવામાં આવ્યા..
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આજે આગામી અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પ્રમુખ પદ માટે મહિલા અનુ. જાતિ અનામત હોવાથી એક જ ફોર્મ રજૂ થયું હતું અને હંસાબેન જેઠાભાઈ પારઘી કે જેઓ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તે બિનહરીફ પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ પદ માટે થઈને ભાજપ તરફેથી હીરાભાઈ ટમારીયા અને કોંગ્રેસ તરફથી મહેશભાઈ પારજીયાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે મતદાન કરવામાં આવ્યું ત્યારે ભાજપના ૨૪ પૈકીના ૧૪ સભ્યો દ્વારા હીરાભાઈ ટમારીયા તરફે મતદાન કરવામાં આવ્યું હતું જો કે કોંગ્રેસના ૧૦ પૈકીના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા અને નવ સભ્યોએ મહેશભાઈ પારજિયા તરફે તરફ મતદાન કર્યું હતું આમ હીરાભાઈ ટમારીયા અને સૌથી વધુ મત મળ્યા હોવાથી તેને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયેલા હંસાબેન પારેઘીએ જિલ્લા પંચાયતના તમામ સભ્યોને સાથે રાખીને મોરબી જિલ્લામાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી.