વાત્સલ્યમ્ સમાચાર
ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે નજીવી બાબતે સગીર બાળકને શખ્શે માર માર્યો
ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સ્વામિનારાયણ હાઇસ્કુલ પાસે ગઈકાલે સવારે હરીપર ગામે રહેતા નવનિતભાઇ મણિલાલ ચાવડાનો સગીર પુત્ર મોટર સાયકલ લઈને નીકળતા આરોપી ગણેશભાઇ ડુંગરભાઇ નમેરા, હસમુખભાઇ નમેરા અને મિ નારાયણ હાઇસ્કુલના પ્રન્સીપાલ આર.જે.મુછારાએ ઠપકો આપી ગાલ ઉપર ઝાપટ મારી પગે પાટા મારી મુંઢમાર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદી નવનિતભાઇ મણિલાલ ચાવડા સમજાવવા ગયા હતા ત્યારે આરોપીઓએ તેમની સાથે ગાળાગાળી કરી જાતિપ્રત્યે અપમાનિત કરતા ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ એટ્રોસીટી કલમ ૩(૧) (R) (S) , ૩ (૨) (૫-એ) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.