MORBIMORBI CITY / TALUKO

મોરબી પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી: પ્રમુખ પદે હિમાંશુ ભટ્ટ

મોરબી પત્રકાર એસોસિએશનના વર્તમાન હોદ્દેદારોની મુદત પૂરી થતી હોય મોરબીના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એસોસિએશનના સભ્યોની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં લોકશાહી ઢબે આગામી એક વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે હિમાંશુ ભટ્ટ અને મંત્રી પદે મહેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ છે

 

મોરબીમાં જુદા જુદા અખબારો તેમજ સમાચારની ચેનલ સાથે જોડાઈને લોક ઉપયોગી કામ કરતા પત્રકારોનું સંગઠન કાર્યરત છે તે પત્રકારે એસોસિયેશનના વર્તમાન હોદ્દેદારોની એક વર્ષની મુદત પૂરી થયેલ હતી જેથી કરીને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એસોસિએશનના તમામ સભ્યોની મીટીંગ રાખવામાં આવી હતી અને જેમાં લોકશાહી ઢબે આગામી એક વર્ષ માટે પત્રકાર એસોસિએશન મોરબીના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પત્રકાર એસોસિએશનના પ્રમુખ પદે હિમાંશુ ભટ્ટ, મંત્રી પદે મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદે હરનીષ જોશી, સહમંત્રી પદે ઋષિભાઈ મહેતા અને ખજાનચી પદે પંકજ સનારીયાની વરણી કરવામાં આવેલ છે તેમજ કારોબારીના સભ્ય તરીકે સુરેશભાઈ ગોસ્વામી, ચંદ્રેશભાઇ ઓધવિયા, સંદીપભાઈ વ્યાસ તેમજ કિશનભાઇ પરમારને લેવામાં આવ્યા છે આ બેઠકમાં પ્રવીણભાઈ વ્યાસ, અતુલભાઈ જોશી, રાજેશભાઇ અંબાલીયા, જીગ્નેશભાઈ ભટ્ટ, ભાસ્કર જોશી, અલ્પેશ ગોસ્વામી, વિપુલ પ્રજાપતિ, રવિ ભડાણીયા, મિલન નાનક સહિતના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને આ તકે પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખ હિમાંશુ ભટ્ટે સમગ્ર ટીમને સાથે રાખીને આગામી સમયમાં મોરબીના લોકોને જુદા જુદા માધ્યમોથી શક્ય તેટલા વધુ લોક ઉપયોગી બનવાની તેમજ લોક ઉપયોગી કાર્ય કરવાની તૈયારી દર્શાવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!