મોરબી:ઓમ શાંતિ સ્કુલમાં પત્રકાર એસો. દ્વારા આઇ લવ મોરબી નિબંધ સ્પર્ધા યોજાઇ

0
29
વાત્સલ્યમ્ સમાચાર

સોશ્યલ મિડિયના અતિરેકથી દુર રહેવા વિદ્યાર્થીઓને ટકોર

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પત્રકાર એસોસિએશન મોરબી દ્વારા આઈ લવ મોરબી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વ ભાગ લેવામાં આવ્યો હતો અને તેમાંથી સારી રીતે મોરબીને નિબંધમાં આવરી લેનાર વિદ્યાર્થીઓને પુસ્તક આપીને તેનુ સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો અને વધુમાં વધુ પુસ્તકો વાંચવા તથા શેરી રમતો રમવા માટે થઈને પત્રકારો દ્વારા અપીલ કરવામાં આવી હતી

મોરબી શહેર આર્થિક રીતે સમૃદ્ધ છે પરંતુ આજની તારીખે પણ અહીંના લોકો સારી પ્રાથમિક સુવિધાને ઝાંખી રહ્યા છે ત્યારે મોરબીની યુવા શક્તિ મોરબીને કેવું ઈચ્છી રહી છે ? તે જાણવા માટે થઈને મોરબીના પત્રકાર એસોસિએશન દ્વારા હાલમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સંચાલકોના સહકારથી આઇ લવ મોરબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેમના દ્વારા મોરબીની વર્તમાન સ્થિતિ, ભૂતકાળની પરિસ્થિતિ અને ભવિષ્યમાં કેવું મોરબી તે લોકો ઉછી રહ્યા છે તેને લઈને પોતાના વિચારો નિબંધના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં જે હાલાકીઓ લોકો ભોગવી રહ્યા છે તે દૂર થાય અને આગામી સમયમાં બાળકો અને વૃદ્ધો માટે સારા બાગ બગીચા, રોડ રસ્તા, સફાઈ, રોડ રસ્તામાં થયેલા દબાણો દૂર કરીને પહોળા રોડ રસ્તા બનાવવામાં આવે તે સહિતની લાગણી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી

IMG 20230120 WA0064

આ કાર્યક્રમમાં મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ હરનીશભાઈ જોષી, ખજાનચી પંકજભાઈ સનારીયા, પ્રવીણભાઈ વ્યાસ, સુરેશભાઈ ગોસ્વામી, જીગ્નેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઇ ઓધવ્યા, અતુલભાઇ જોશી, ભાસ્કરભાઈ જોશી, અલ્પેશ ગોસ્વામી સહિતના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને છેલ્લા વર્ષોમાં સોશિયલ મીડિયાના અતિરેકના કારણે મોરબી શહેર અને જિલ્લામાં બનેલી ઘટનાઓના દ્રષ્ટાંત રજૂ કરીને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ ટાળવા માટે થઈને પત્રકારો દ્વારા અપીલ કરવામાં આવી હતી ખાસ કરીને આઈ લવ મોરબી જે નિબંધ સ્પર્ધા યોજાઈ રહી છે તેના પાછળ ભવિષ્યમાં મોરબીના લોકો અને ખાસ કરીને યુવાનો મોરબીને કેવું બનાવવા માટે ઇચ્છે છે તે જાણવાનો પ્રયાસ પત્રકારો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં મોરબીના લોકોની ઈચ્છા અનુસારનું મોરબી બને તેના માટે અહીંના ધારાસભ્યોને સાથે રાખીને કામગીરી કરવા માટેનું આયોજન હાલમાં પત્રકાર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે

IMG 20230120 WA0062

ખાસ કરીને પત્રકારો દ્વારા આ તકે વિદ્યાર્થીઓને તેમના દ્વારા જાણતા જાણતા થઈ ગયેલ એક ભૂલ ભવિષ્યમાં કહેવા માઠા પરિણામો લાવી શકે છે તેના ભય સ્થાનો બતાવવામાં આવ્યા હતા અને ક્યારે પણ કોઈ પ્રશ્ન સોશિયલ મીડિયાના અતિરેક કે વધુ પડતા ઉપયોગના કારણે ઉભો થયો હોય તો તેની સૌપ્રથમ પોતાના વાલી તથા તેના અંગત મિત્રોને જાણ કરવામાં આવે તો તેનો જે તે સમયે સમાધાન કરી રસ્તો નીકળે અને સોશિયલ મીડિયાની ભૂલમાંથી બહાર નીકળી શકાય છે જેથી કરીને કોઈ નબળો વિચાર કરીને પગલું ભરવાના બદલે સારી રીતે સમસ્યાનો સામનો કરીને આગળ વધવા માટેનો રસ્તો પણ પત્રકારો દ્વારા બતાવવામાં આવ્યો હતો આગામી સમયમાં બોર્ડની એક્ઝામ આવી રહી છે તેની સાથોસાથ અન્ય વિદ્યાર્થીઓની પણ વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે પરીક્ષાના સમયમાં સારામાં સારા માર્ક લેવા માટેનું લક્ષ્ય નજર સમક્ષ રાખવું અને પૂરતો પ્રયત્ન કરવો કે જેથી સારામાં સારું પરિણામ મેળવી શકાય છે

FB IMG 1642673402281 2

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews