વાત્સલ્યમ્ સમાચાર
ઓરેવાના માલિક જયસુખ પટેલે કરી આગોતરા જામીનની અરજી
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી છે. જયસુખ પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. મળતી માહિતી મુજબ આવતીકાલે 21 જાન્યુઆરીના રોજ આ અરજી પણ સુનાવણી કરવામાં આવશે.