મોરબીમાં ભર બજારે માસુમ બાળક માતા નું હાથ મૂકીને પોતાની બાળ મસ્તીમાં ને મસ્તી ગુમ થઈ જતા ચિંતક માતાની પોલીસે બાળક સાથે ભેટો કરાવ્યો!!!

0
11
વાત્સલ્યમ્ સમાચાર

મોરબીમાં ભર બજારે માસુમ બાળક માતા નું હાથ મૂકીને પોતાની બાળ મસ્તીમાં ને મસ્તી ગુમ થઈ જતા ચિંતક માતાની પોલીસે બાળક સાથે ભેટો કરાવ્યો!!!

IMG 20230119 WA0023 1

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ મહિલા ખરીદી અંતર્ગત મોરબીની ભરબજાર નેહરુ ગેટ ચોકમાં ખરીદી માટે આવેલ હોય એ સમય દરમિયાન બાળ રાજા પોતાની મસ્તી માં મસ્ત હોય રમત રમતમાં આશરે બે કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં પહોંચ્યો હતો દૂર થયેલા બાળકને માતાએ પલક વાર નજરે ના ભાળતા ચિંતક બન્યા હતા અને એકાએક એ સમયે આંખોમાંથી આંસુ આવી પડ્યા હતા અને રડતા રડતા બાળકની શોધમાં તે નેરુગેટ ચોકમાં ભર બજારે ટ્રાફિક સમસ્યા હલ કરતા ફરજના ભાગે પોલીસ કર્મચારીએ રડતી મુસ્લિમ મહિલા ને પૂછ્યું બહેન શું થયું! મા એ મા બાકી વગડાના વા હિબકે ચડીને માં બોલી કે મારો પુત્ર ખોવાઈ ગયો પોલીસે આશ્વાસન આપીને કહ્યું તમે રડો માં મળી જશે તત્કાલ બાળકની શોધવા માટે ટ્રાફિક હોલ્ડર અને જીલુભાઈ સહિત ના ફરજ નિષ્ઠ પોલીસ ટીમ શોધખોળ શરૂ કરી દીધી હતી થોડી જ ક્ષણોમાં આશરે બે કિલોમીટર દૂર આવેલા રામચોક વિસ્તારમાંથી તે બાળક પોતાની બાળ મસ્તીમાં રડતું રડતું જડી આવ્યું હતું તત્કાલ તે મુસ્લિમ બહેનને પોલીસે બાળક સોંપી દેતા માની ચહેરાની મુસ્કાન ભર બજારમાં રડતી આખું એ હસીનો ફુવારો પલકવારમાં જોવા મળ્યો હતો આ કામગીરીમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ઠક્કર અને જીલુભાઈ ગોગરા અને દેવરાજભાઈ કોન્સ્ટેબલ સહિત ટી આર બી ના જવાનો ને માસુમ બાળક સાથે માતા નો ભેટો કરાવતા તસવીરમાં દ્રશ્ય બંધ થાય છે

FB IMG 1642673402281 2

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews