MORBI:મોરબી પાડોશીઓના ત્રાસથી વૃદ્ધાના આપઘાત મામલે, પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી

MORBI:મોરબી પાડોશીઓના ત્રાસથી વૃદ્ધાના આપઘાત મામલે, પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી
મોરબીમાં ફ્લેટમાં રહેતા પાડોશીઓના કથિત ત્રાસથી કંટાળીને વૃદ્ધાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ચકચારી બનાવમાં મૃતકના પુત્ર દ્વારા આઠ શખ્સો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરીયાદ પર એક્શન લેતા પોલીસે ગણતરીના ના કલાકોમાં મહીલા સહીત આઠ આરોપીઓની કરી ધરપકડ ,મનોજભાઇ રમણીકભાઇ આદ્રોજા – વિશાલભાઇ અમરશીભાઇ ઘોડાસરા-નિલેશભાઇ પ્રભુભાઇ બારૈયા-ભાવીકભાઇ કારૂભાઇ વિરમગામા-કેવલ કારૂભાઇ વિરમગામા-રમણીકભાઇ ઉર્ફે ધામી આદ્રોજા-નાનજી જીવાણી ,વિલાસબેન સવસાણી મૃતકના પુત્રની હૈયાવરાળ આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ પાચોટિયાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, પાડોશીઓ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે તેની માતાએ આ આત્યંતિક પગલું ભરવું પડ્યું હતું. તેમણે જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં મોરબી પોલીસે આ તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને કયા કારણોસર ત્રાસ આપવામાં આવતો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.









