વાત્સલ્યમ્ સમાચાર
MORBI:મોરબી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવનું ભવ્ય થી ભવ્ય આયોજન
વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે વરિયા પ્રજાપતિ સમાજ માટે તા. ૨૮ ના રોજ શરદોત્સવ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે
જે શરદોત્સવ કાર્યક્રમ તા. ૨૮ ના રોજ રાત્રે ૦૯ : ૩૦ કલાકે રેમન્ડ પાર્ટી પ્લોટ, જીલ્લા seva સદન પાછળ મોરબી ૨ ખાતે યોજાશે જેમાં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ સ્પર્ધા સાથે વિજેતાઓને ઇનામ અપાશે. સ્પર્ધામાં ભાગ લેનારને ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત છે. આ દાંડિયા રાસના ભવ્ય કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ગરબે રમ્યા બાદ સૌ સાથે મળી શરદપૂનમની પરંપરાગત ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના લોકોને સહ પરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે