વાત્સલ્યમ્ સમાચાર
મોરબીમા અસહ્ય બફારા વચ્ચે વાદળો છાયા વાતાવરણ ઝરમર ઝરમર વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં માવઠાના માહોલ વચ્ચે આજે બપોર બાદ મોરબીના વાતાવરણમાં અચાનક જ બદલાવ આવ્યો હતો અને ગજવીજના કડાકા-ભડાકા વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને હાલમાં ખેતરોમાં જીરું, વરિયાળી, ઘઉં, ચણા સહિતના રવિ પાકો તૈયાર ઉભા છે તેવા સમયે જ માવઠાના અસર જોવા મળતા ખેડૂત ચિંતામાં મુકાયા..